fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના મોલડી ગામ ના ગૌચર દબાણ દુર કરવા ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.

સાવરકુંડલા તાલુકાના મોલડી ગામના ગ્રામજનો એ સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી, સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં મોટાભાગ ની સરકારી અને ગૌચરની જમીનમાં દબાણ કરી લેવામાં આવી છે જેના પરિણામે મોલડી ગામના રેઢીયાર માલઢોર તેમજ માલધારી સમાજના લોકો અને પશુપાલકો અન્ય લોકો પોતાના પશુઓને ચરાવવા માટે મુશ્કેલ બની ગયું છે. ખરેખર તો દરેક ગામમાં આવી સરકારી ગૌચરની જમીન માત્રને માત્ર પશુ માટે અને ગામના માલધારી સમાજના પશુઓને ચરાવવા માટે જ હોય છે. પરંતુ સાવરકુંડલા તાલુકાના મોલડી ગામના અમુક ગૌચરની જમીનો માલધારી સમાજ ના કહેવા મુજબ વેદનાને વાચા આપવા માટે આપની કક્ષાએથી તત્કાલ સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં સર્વે કરાવી જે ગૌચરની જમીન દબાણ હેઠળ હોય તેને તાત્કાલિક ખાલી કરાવી અને જે વ્યકિતઓએ ગૌચરની જમીન નું દબાણ કરેલ હોય તેની સામે ફોજદારી તથા કડકમાં કડક કાર્યવાહી કરવા મોલડી ગામના ગ્રામજનોએ માંગ કરવામાં આવી હતી. તેમજ આ આવેદનપત્ર પત્ર ની નકલ સાવરકુંડલા લીલીયા ના ધારાસભ્ય ને પણ પાઠવી હતી.

Follow Me:

Related Posts