અમરેલી

સાવરકુંડલા તાલુકાના યુવા અગ્રણી દ્વારા સરકારી કચેરીઓમાં જનરેટરો મુકવા મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી.

સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામના યુવા અગ્રણી ચિરાગ હિરપરા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી કે ગુજરાત સરકારના મહત્વના વિભાગોમાં કાયમી ધોરણે જનરેટરની સુવિધા ઉભી ગુજરાત સરકારના પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, કે સબ રજીસ્ટાર કચેરી જેવા મહત્વના વિભાગોમાં ડિજિટલ યુગને કારણે કોમ્પ્યુટર જેવા યાંત્રિક સાધનોથી કામગીરી ચાલે છે. પરંતુ સરકારી કચેરીવાળા વિસ્તારોમાં કોઈને કોઈ કારણસર જ્યારે લાઈટ જતી રહે છે, ત્યારે કચેરીઓના કામકાજો સંપૂર્ણ ઠપ્પ થઈ જાય છે. જેના કારણે અરજદારોને ધક્કા થાય છે. જેથી તે સમયનું કરવાનું અધિકારીઓનું કામ સમયે થતું ન હોવાથી અધિકારીઓ પર પણ કામનું ભારણ વધે છે. જેના કારણે કચેરીઓમાં કામને લઈને અવ્યવસ્થાઓ સર્જાય છે. જેથી આ બધા અગત્યના વિભાગોમાં સરકાર દ્વારા કાયમી ધોરણે જનરેટરની સુવિધા ઉભી કરવામાં આવે તેવી આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી એમ અમીતગીરી ગોસ્વામી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Related Posts