અમરેલી

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે શ્રી લીખાળા પ્રાથમિક શાળા ખાતે પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી. 

 શ્રી લીખાળા પ્રા શાળા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ધ્વજ વંદન કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઈનામ વિતરણ કરવામાં આવેલ જેમાં સૌપ્રથમ શાળાના આચાર્ય  દ્વારા સ્વાગત કરી ગામની વધુ ભણેલી દિકરીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ ક્રુતિઓ રજૂ કરવામાં આવી તેમજ બાળકોને ઈનામ વિતરણ અને દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ સૌને આભાર વ્યક્ત કરવામાં આવેલ આ તમામ કાર્યક્રમને તૈયાર કરવામાં શાળાના તમામ શિક્ષકો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.

Related Posts