સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં અપહરણ ના આરોપીએ કસ્ટડીમાં ગળા ફાંસો ખાઈ લેતા મૃત્યુ
સાવરકુંડલા તાલુકાના વંડા ગામના પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ૨૦ જૂનના રોજ એક યુવતીના અપહરણના ગુનામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી સદામ અગવાને ગત રાત્રે કસ્ટડી ની અંદર આવેલ બાથરૂમમાં ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા અમરેલી એસ.પી. સહિતનો કાફલો વંડા પહોંચ્યો હતો અને આરોપી મૃતક સદામને વંડા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતો. જ્યાં પ્રાંત અધિકારી સાવરકુંડલા સહિતના અધિકારીઓ પોલીસ અધિકારીઓએ તપાસ કરી હતી તેમજ એફ.એસ.એલ. ની ટીમ દ્વારા પણ ઘટના સ્થળની તપાસ કરવામાં આવી. આ ડેડ બોડીનું પી.એમ. ની પ્રક્રિયા ભાવનગર ખાતે કરવામાં આવનાર છે. ઘટનાની પોલીસ તપાસ શરૂ કરાઇ છે..
પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથ થતા વંડા હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા હતા.
Recent Comments