આજરોજ ૨૧ ડીસેમ્બરના રોજ પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડામાં મતદાતા જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત સાવરકુંડલા તાલુકાના મામલતદાર શૈલેષભાઇ એચ.બારીયા તેમજ નાયબ મામલતદાર ખર્વેશભાઇ જોષી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન શાળાના બીએલઓ. સુપરવાઇઝર પ્રહલાદભાઇ ચૌહાણે મતદાન અંગે યુવા વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.શાળાના આચાર્ય સંજયભાઇ ચૌહાણે નવા મતદાતા તરીકે નામ કેવી રીતે ઉમેરવું તેમજ ચુંટણી પંચ વિશે સમજૂતી આપી હતી.મતદાન અંગે શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તકે શાળાના વિધાર્થી ભાઇ બહેનોએ મતદાતા જાગૃતિ વિશે વિવિધ કાવ્યો તેમજ વકતવ્યો રજુ કર્યા હતા.વિજેતા સ્પર્ધકોને મામલતદાર સાહેબના હસ્તે ઇનામો તેમજ પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.એમ દિપકભાઈ ઝડફિયાની એક અખબારી યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલા તાલુકાના વંડા મુકામે આવેલ પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડામા યોજાયુ મતદાતા જાગૃતિ અભિયાન.

Recent Comments