અમરેલી

સાવરકુંડલા તાલુકાના વીજયાનગર ગામના દરેક ઘરે ઘર નું પાણી ઘરમાં રાખોનો સંકલ્પ કરવામાં આવ્યો.

સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા ઘરનું પાણી ઘરમાં રાખો અભિયાન સાથે સંકલ્પબદ્ધ થયાછે જે અંતર્ગત ગામના તમામ ઘરોમાં વરસાદ નું પાણી, કપડાં ધોવામાં વેસ્ટ પાણી, વાસણ ધોવાનું, ઘરમાં કરવામાં આવતા કચરા પોતા માં નીકળેલ વેસ્ટ પાણી વગેરે પાણીનું ઘરના નીચાણવાળા ભાગમાં એક સોક પીટ બનાવવામાં આવેલ હોયછે વિજયાનગર ગામે ચાલી રહેલી જળસંચયની કામગીરીની ઘરે ઘરે જઈને સ્થળ પર સાવરકુંડલા લીલીયા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, વિજયાનગર ગામના સરપંચ ઘનશ્યામભાઈ બલર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામ ખાતે જળસંચયથી જન સમૃદ્ધિ તેમજ ઘરનું પાણી ઘરમાં રાખો અભિયાન અંતર્ગત વિજયાનગર ગામમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ઘરમાંથી નીકળતા ગંદુ પાણી વપરાયેલું પાણી અને વરસાદી પાણી વેસ્ટેડ ના જાય એમના માટે ઘરે ઘરે વ્યક્તિગત સોક પિટ સાવરકુંડલા લીલીયા વિધાનસભા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા વિજયાનગર ગામમાં સોકપીટ બનાવવામાં આવેલ જેથી ઘરમાં થી નીકળવામાં આવતું પાણી ઘરના ફળિયામાં જ સંગ્રહ થઈ અને પાણીના તળ ઊંચા આવે એ માટે અદભુત પ્રયાસ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને સરપંચ ઘનશ્યામભાઈ બલર દ્વારા કરવામાં આવેલ વરસાદની પાણી વેસ્ટ ન જાય તે માટે વરસાદી પાણી જમીનમાં શોચાય જાય તે માટે વ્યક્તિગત સોકપીટ ધારાસભ્ય કસવાળા ના સહકાર થી વિજયાનગર ગામે રહેતા પરિવારો માટે બનાવેલ જેના કારણે વરસાદ નું પાણી જમીનમાં સંગ્રહ થવાથી પાણી ના તળ ઉંચા આવશે જેથી ખેતીની જમીન ને પણ ફાયદો થશે અને ગ્રામજનો માટે પીવા ના માટે ના સ્ત્રોત્ર કુવા, બોર, હેડપંપ માં પણ પાણીના તળ ઊંચા આવશે.

Related Posts