આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે યુવા ભાજપ દ્વારા એકતા અને અખંડિતતાના પ્રતીક ગુજરાતના પનોતા પુત્ર મહાન સ્વાતંત્ર સેનાની ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સરદારને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન પ્રદેશ યુવા ભાજપના કારોબારી સદસ્ય વિજયજી ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે શ્યામભાઈ ભુવા, રમેશભાઈ બલદાણીયા, હાર્દિકભાઈ રાઠોડ, વિશાલ હરિયાણી, કૈલાસગીરી ગોસાઈ, શુભમ ચાવડા, ભરતભાઈ ગોરૈયા, જયસુખભાઈ કલસરિયા, ગૌરાંગ રબારી નાસીર પઠાણ સંદીપ મકવાણા, દર્શન વાઘેલા,દિપક વાઘેલા સહિતના યુવા ભાજપના કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એમ સમીર ખોખરની યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વીજપડી યુવા ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

Recent Comments