સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે સરપંચ દ્વારા પ્રશંસનીય કામગીરી
પાણીનો બિનજરૂરી વેડફાટ અટકાવી.. વેડફાતાં પાણીને ભૂગર્ભ ટાંકી દ્વારા પાણીને જમીનમાં ઉતારી જમીનનું તળ રિચાર્જ કરવાનો નમ્ર પ્રયાસ.. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે સરપંચ ભરતભાઈ દ્વારા કામગીરી ખરેખર સરાહનીય જોવા મળે છે ગામના ગોંદરે અનહદ રૂએ પાણીનો વેડફાટ થતો હતો જેથી સાવરકુંડલા તાલુકામાં વીજપડી ગામે આવી રીતે શોષખાડાઓ કરી પાણી જમીનમાં ઉતારવાની કામગીરી થતી જોવા મળેલ છે.
પાણીનો ઉપયોગ વિપુલ પ્રમાણમા થતાં પાણીનો વેડફાટ અટકે અને ભૂતળ રિચાર્જ પણ થઈ શકે. એટલે પાણી ખરેખર રોડ રસ્તામાં વેડફાઈ જતું હોય ત્યારે સાવરકુંડલા વિસ્તારમાં આવેલ વીજપડી ગામે આ પહેલ થઈ હોય પાણીને જમીનમાં ઉતારી પાણીની ખરેખર વેલ્યુ સમજી અને આ કામગીરી કરવામાં આવેલ છે..અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે અનુકરણીય કદમનો નિર્દેશ કરતી આ તસવીર જોવા મળે છે એમ અનિરૂધ્ધ ત્રિવેદી દ્વારા એક યાદીમાં જણાવાયું હતું.
Recent Comments