સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે એન્ટર થતાં જ પૂલ આવેલ છે જ્યાંથી પુષ્કળ પ્રમાણમાં વાહનો પણ પસાર થતા હોય છે પશુઓ પણ પસાર થતા હોય છે અને આ પુલની હાલત ક્યારે પણ અકસ્માત નોતરશે તેવી હાલતમાં છે ઘણા સમય પહેલા એક બાળક પુલ પરથી નીચે પડેલ પરંતુ સદનસીબે બચાવ થયો હતો. આવી ઘટના બનવા છતાં તંત્રની આંખ હજી સુધી ઉઘડતી નથી. કોઈ મોટી જાનહાની થાય એ પહેલા તંત્ર દ્વારા આ પુલની દિવાલ રીપેર કરવામાં આવે વળી આ પુલની બાજુમાં ભયજનક વળાંક છે. જ્યાં વળાંકમાં ડિવાઇડર પણ નથી તો તાત્કાલિક ધોરણે આ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
સાવરકુંડલા તાલુકાના વીજપડીમાં આવેલ પુલની દિવાલ અકસ્માત નોતરશે આ પુલની ઊંચાઈ અંદાજે ૪૫ ફૂટ જેવી છે

Recent Comments