સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલી વી. ડી. નગદીયા હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી..

ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ વી. ડી. નગદીયા હાઇસ્કુલમાં ઉત્સાહભેર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ શિક્ષકો તેમજ આચાર્યની ભૂમિકા ભજવી રસપૂર્વક અધ્યયન કરાવવામાં આવ્યો તેમજ મહત્વપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું તેમજ સ્વચ્છતાનું મહત્વ સમજાવી તમામ વિદ્યાર્થીને શપથ લેવડાવ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા હાઇ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી મનોજભાઈ જોશી તેમજ તમામ સ્ટાફગણ દ્વારા શિક્ષક દિન અને શિક્ષકનું મહત્વ દેશના સારા નાગરિકત્વ અને દેશના તમામ સફળતાના શિખરો સર કરવામાં શિક્ષકની ભૂમિકા અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યો હતો એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
Recent Comments