fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના સાકરપરા ના યુવાનનું વાહન અકસ્માતમાં અવસાન થતા ગુજરનારના વારસદારોને અકસ્માતમાં વળતર ચુકવવા વિમા કંપનીને વાર્ષીક ૯% નાં વ્યાજ સહીત રકમ રૂા. ૧૫,૫૨,૪૯૭/- ચુકવવા હુકમ કરવામાં આવ્યો.

લીલીયા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં તારીખ : ૦૬/૧૦/૨૦૨૨ નાં રોજ સાંજનાં આશરે ૦૭:૦૦ થી ૦૭:૩૦ વાગ્યે આસપાસ અકસ્માતમાં ગુજરનાર હિંમતભાઈ પથુભાઈ મોલાડીયા ગાવડકા ગામે થી તેમના બહેન સુમીતાબેન ના ગામ ભુવા મુકામે જતા હતા. તે દરમિયાન સાંજનાં સાત-સાડા સાતેક વાગ્યે નાના લીલીયા તથા પુંજાપાદર વચ્ચે થયેલ બાઈક અને તુફાન વાહન રજી. નંબર : એમ.પી. ૪૩. બી.ડી. ૧૨૯૭ નાં ચાલકે બેફીકરાઈ અને ગફલતભરી રીતે પુરઝડપે વાહન ચલાવી મોટર સાયકલ સાથે વાહન ભટકાવી ગુજરનારને શરીરે માથાનાં કપાળ નાં ભાગે તથા શરીરનાં બન્ને પગનાં સાથળો ભાંગી તથા નાની મોટી તેમજ ગંભીર ઈજા પહોંચાડતા જે બાબતેની જાણ ગુજરનારનાં પરિવારજનોને થતા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ગયેલા અને ફરજ પરના ડોક્ટર અકસ્માતમાં ઈજા પામનારને મરણ ગયેલ હોવાનું જાહેર કરેલ.

આમ, તુફાન વાહન રજીસ્ટ્રેશન નંબર : એમ.પી. ૪૩. બી.ડી. ૧૨૯૭ નાં વાહન ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી માણસની જીદગી જોખમાય તે રીતે ચલાવી આવી મોટર સાયકલ સાથે ભટકાવી ગંભીર ઈજા કરી મોત નીપજાવી વાહન મૂકી નાસી ગયેલ હોય. જેથી તુફાન વાહન રજી. નંબર : એમ.પી. ૪૩. બી.ડી. ૧૨૯૭ નાં ચાલક વિરૂધ્ધ ગુજરનારનાં પીતા પથુભાઈ પોપટભાઈ મોલાડીયા ફરીયાદ કરેલ છે. જેમનો લીલીયા પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નંબર : ૪૭૯/૨૦૨૨ થી ફરીયાદ દાખલ કરેલ છે. ત્યારબાદ વળતર અંગેનો દાવો નામદાર સાવરકુંડલાનાં મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ અદાલતમાં ચાલી જતા તારીખ : ૧૭/૦૪/૨૦૨૩ નાં રોજ પુરાવાનાં અંતે નામદાર અદાલત દ્વારા આખરી હુકમ થતા વીમા કંપનીને રકમ રૂા. ૧૪,૩૬,૫૦૦/- દાવાની તારીખથી વાર્ષીક ૯% નાં વ્યાજ સહીત કુલ રકમ રૂા. ૧૫,૫૨,૪૯૭/- ચુકવવા નામદાર મોટર એકસી. કલે. ટ્રીબ્યુ. અદાલત દ્વારા હુકમ કરવામાં આવેલ હતો. જે કામે અરજદાર તરફે સાવરકુંડલા વકીલશ્રી ઝુબેર ચૌહાણ રોકાયેલા હતા અને તેમની સફળ દલીલો ગ્રાહ્ય રાખી નામદાર સાવરકુંડલાનાં મોટર એકસી. કલેઈમ ટ્રીબ્યુનલ જજ બી.કે.ચંદારાણા દ્વારા હુકમ કરવામાં આવેલ હતો.

Follow Me:

Related Posts