fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના સુરજવડી ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોને સ્કૂલ ડ્રેસ મીઠાઈ અને શુઝ નું વિતરણ કરાયું

સાવરકુંડલા તાલુકાના સુરજવડી ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોને સ્કૂલ ડ્રેસ મીઠાઈ અને શુઝ નું વિતરણ કરાયું. સાવરકુંડલા તાલુકાના સુરજ વડી ગામના વતની અને હાલ મુંબઈથી બાલકૃષ્ણ ભાઈ જોશી કે જે ખૂબ જ મોટા કથાકાર અને વક્તા છે છેલ્લા 11 વર્ષથી તેઓ વર્ષમાં એકવાર વતન સુરજવડી ખાતે આવે છે અને શાળાના બાળકો માટે કંઈક ને કંઈક ઉપહાર આપે છે, બાળકોને પ્રોત્સાહિત કરે છે. બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ જાગે તેવી વાતો કરી પોતાનો એક દિવસનો સમય પણ પસાર કરે છે. ત્યારે આજે સૂરજવડી પ્રાથમિક શાળા ખાતે બાલકૃષ્ણ ભાઈ જોશી તથા તેમના ભાઈ અને બાઢડા ગામ ના દાનવીર સરપંચ શાંતિલાલ શેલડીયા, દેવશીભાઈ વિરાણી સહિતના અગ્રણીઓ એ શાળાના દરેક બાળકોને એક જોડી સ્કૂલ ડ્રેસ, મીઠાઈ અને એક જોડી પગરખા આપી પોતાની વતન પ્રત્યેની ફરજ અદા કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે બાલકૃષ્ણ ભાઈ જોશી એ પોતાના પ્રાસંગિક પ્રવચન માં જણાયું કે, મારે આ શાળાના બાળકોના વાલીઓ પાસે એક ગુરુદક્ષિણા જોઈએ છીએ એમ કહીને તમામ વાલીઓ પાસે જે વ્યસન હોય તે મને આપી દો અને વ્યસન મુક્ત થવા માટેની અપીલ કરી હતી. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકોના વાલીઓએ પણ વક્તા કથાકાર અને વતની એવા બાલકૃષ્ણ ભાઈ જોશીને વ્યસન છોડી દેવા માટેનું વચન પણ આપી દેવાયું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય બહેને કર્યું હતું.

Follow Me:

Related Posts