સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામમાં આવેલ પ્રાચીન શ્રી જમજીરા વાળા ખોડિયાર માતાજીના મંદિર સામે આવેલ જમજીરા ધોધ હાલમાં શેલ દેદુમલ ડેમના રીપેરીંગ કામ કરતી એજન્સી દ્વારા તોડવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓ તેમજ હાથસણી ગામજનોને ખ્યાલ આવતા તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવેલ છે. ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવેલ છે.કે આ ધોધ વર્ષોથી ગામની અસ્મિતાનું પ્રતીક છે.તે અડીખમ રહેવો જોઈએ. તેમ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવેલ છે.તો કામ કરતી એજન્સી દ્વારા તાત્કાલીક ધોરણે આ કાર્ય અટકવું જોઈએ અને જો હજુ પણ ધોધને તોડી પથ્થરો લઈ જવામાં આવશે તો હાથસણી ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.તો તાત્કાલીક અમરેલી સિંચાઈ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો વ્યકત કરેલ છે.
સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામમાં આવેલ પ્રાચીન જમજીરા ધોધ ન તોડવા બાબત લેખિત માંગ કરવામાં આવી

Recent Comments