સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામે લટુરીયા હનુમાનજી આશ્રમે વિનામૂલ્યે નેત્રકેમ્પ યોજાયો.
સાવરકુંડલા તાલુકા હીપાવડલી ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ લટુરીયા હનુમાન આશ્રમ હીપાવડલી ખાતે રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ૨૦૦ મો વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૧૪૦ દર્દીનારાયણે લાભ લીધો હતો જેમને આંખના વિવિધ રોગોની તપાસ કરી વિનામૂલ્યે દવા, ચશ્મા આપવામાં આવ્યા હતા તેમજ ૩૩ દર્દીઓએ મોતિયા ઓપરેશનો વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. મોતિયાના ઓપરેશન વાળા દર્દીઓને સ્પેશ્યલ વાહન દ્વારા હોસ્પિટલ લઈ જઈ ઓપરેશન પણ વિનામુલ્યે કરી આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં આવનાર તમામ દર્દીઓ માટે આશ્રમ તરફથી ચા નાસ્તો તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ખાતે દર માસે આશ્રમના મહંતશ્રી જસુબાપુ હીપાવડલી દ્વારા યોજવામાં આવે છે જેમાં સાવરકુંડલા, જેસર, ગારિયાધાર, મહુવા તાલુકાના આંખના રોગોથી પીડાતા દર્દીઓ લાભ લઈ રહ્યા છે તેમ મહેન્દ્રભાઈ ખુમાણ મોટાભમોદ્વાની યાદીમાં જણાવવામાં આવેલ
Recent Comments