સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં એસએમસી અને એસએમડીસી સભ્યોની ગુજરાતભરમાં રાજ્ય કક્ષાએથી ઓનલાઈન તાલીમનું આયોજન થયેલ હતું જેના અનુસંધાને સાવરકુંડલા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં બાયસેગના માધ્યમથી એસ.એમ.સી અને એસ.એમ.ડી.સી સભ્યોની ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાએથી તાલીમ દરમ્યાન ક્રોસ મોનિટરિંગ કરવામાં આવેલ જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અમરેલી તેમજ બી.આર.સી.કો.ઓ દર્શનાબેન જોશી તેમજ તમામ સી.આર.સી.કો.ઓ અને આઈ.ઈ. ડી.સ્ટાફ તેમજ સમગ્ર શિક્ષા ટીમ સાવરકુંડલા દ્વારા શાળાઓમાં જઇ માર્ગદર્શન પૂરું પાડેલ ઉપરોકત તાલીમમાં એસ.એમ.સી અને એસ.એમ.ડી.સી ના કાર્યો,શાળા વિકાસ યોજના,શૈક્ષણિક સુધારણા માટેના કાર્યક્રમ,ડિજિટલ સુવિધાઓ, દિવ્યાંગ બાળકો માટે શિક્ષણ,કન્યા શિક્ષણ,શાળા બહારના બાળકોનું શિક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન વિશે રાજ્ય કક્ષાએથી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ .
સાવરકુંડલા તાલુકાની તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં એસએમસી તેમજ એસએમડીસીના સભ્યોની ઓનલાઈન તાલીમ યોજાઇ.

















Recent Comments