fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની જગ્યા માટે તા.૨૫ મે સુધીમાં નિયત નમૂનામાં અરજી કરવી

સાવરકુંડલા તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની આવશ્યક્તા છે. આ ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. સાવરકુંડલા તાલુકાના બ્રાંચ શાળા નં.૪ સાવરકુંડલા, બ્રાંચ શાળા નં.૮, સીમશાળા અમૃતવેલ, અમૃતવેલ પ્રાથમિક શાળા, કેરાળા પ્રાથમિક શાળા, ગોરડકા પરા પ્રાથમિક શાળા, ચીખલી પ્રાથમિક શાળા, ડેડકડી, ધાર, પિયાવા, ફાચરિયા, શાંતિનગર, સાકરપરા અને સૂરજવડી પ્રાથમિક શાળામાં સંચાલકની જગ્યા ખાલી છે. ધો.૧૦ પાસ કે તેથી વધુની શૈક્ષણિક લાયકાત ( તે જ ગામની વ્યક્તિ હોવી જોઈએ, જે  દર્શાવવામાં આવ્યું છે.) ધરાવતા ઉપરાંત જો આવી વ્યક્તિ ન મળે તો ધો.૭ પાસ કરનાર અન્ય વ્યક્તિને પણ સંચાલકની જગ્યાએ નિમણુક આપી શકાશે. આ ઉપરાંત ૨૦ થી ૬૦ વર્ષની ઉંમર ધરાવતા અરજીકર્તાઓ નિયત નમૂનામાં મામલતદાર કચેરી, સાવરકુંડલા ખાતે જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં કચેરી સમય દરમિયાન મધ્યાહન ભોજન શાખા ખાતેથી તા.૨૫ મે,૨૦૨૩ સુધીમાં અરજી કરી શકશે. સરકારના નિયમ મુજબ માનદ વેતન આપવામાં આવશે. અરજીફોર્મ મામલતદાર કચેરી,સાવરકુંડલા ખાતેથી તા.૨૩ મે,૨૦૨૩ સુધીમાં મેળવી શકાશે. આ અરજીફોર્મ આધાર સાથે વિગતે ભરી અને કચેરીએ પહોંચાડવાનું રહેશે તેમ મામલતદારશ્રી સાવરકુંડલાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts