fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાનું  ખડસલી ગામે પાણી પુરવઠા તંત્રનું ઓરમાયું વર્તન 

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામના વાડી વિસ્તારમાંથી  પસાર થતી નર્મદાની પાઇપલાઇન જે ઘણા સમયથી લીકેજ હોવાની અનેક વાર રજૂઆતો કરેલ હોવા છતાં પણ હજુ સુધી પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ સકારાત્મક પગલા લેવામાં આવ્યા નથી. પરિણામ સ્વરૂપ તંત્રના આવા બેદરકારીભર્યા વર્તનનો ભોગ મૂંગા જાનવર બનતા હોય છે. વાત જાણે એમ છે કે તારીખ ૨૪ ના રોજ મનસુખભાઈ પોપટભાઈ મકવાણાની માલિકીની ભેંસ આ લીકેજ થતાં ખાડામાં પડી જવાથી ઈજાગ્રસ્ત થયેલ. આમ સરકારી તંત્રની બેદરકારીને કારણે તકલીફ મૂંગા જાનવરને પડતી હોય  અને અવારનવાર પાણી વહેતું હોવાથી ખેડૂતોને પણ મુશ્કેલી વધતી જાય છે જેના કારણે રોજ અને ભૂંડનો ત્રાસ પણ ખેડૂતોએ ભોગવવો પડતો હોય છે. આ ભેંસને કાઢવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરી ખેંચીને મહામહેનતે કાઢવામાં આવી હતી. આમ પાણી પુરવઠા બોર્ડના તંત્રની બેદરકારીને કારણે એક પરિવારને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. તો સલંગ્ન તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પાઇપલાઇન રીપેર થાય એવું  આમજનતા ઈચ્છે છે અને તો જ આવા અકસ્માતો થતાં અટકી શકે.એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવવામાં હતું. 

Follow Me:

Related Posts