આમ તો સાવરકુંડલા તાલુકાનું વિજયાનગર ગયા એટલે પ્રગતિશીલ વિચારોનું કેન્દ્ર બિંદુ. વિજયાનગર ગામ અર્થાત્ પૂર્વ ધારાસભ્ય સ્વ. વી.વી.વઘાસીયાનું વતન. આ ગામમાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામ ખાતે સરપંચ ઘનશ્યામભાઈ બલર દ્વારા ગામની તમામ જાહેર જગ્યાઓ, શેરીઓ, મંદિરો, સ્મશાન, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ, સરકારી કચેરી અને મકાનો સહિત વિવિધ જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું વિજયાનગર ગ્રામ પંચાયતમાં ગ્રામજનો તેમજ ગામના સરપંચ ઘનશ્યામભાઈ બલર અને સભ્યો દ્વારા જાહેર સ્થળોની સાફ સફાઇ કરવામા આવી હતી.
તાજેતરમાં જ વિજયાનગર ગામમાં સ્વચ્છતા અને સફાઈ બાબતે સરપંચ ઘનશ્યામભાઈ બલરની જાગૃતતા જોઈને ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી તાલુકા પંચાયત કચેરી દ્વારા અમરેલી જીલ્લા સાંસદ સભ્ય નારણભાઈ કાછડિયા અને સાવરકુંડલા લીલીયા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના હસ્તે વિજયાનગર ગામમાં ડોર ટુ ડોર ઘરે ઘરેથી કચરાનું કલેક્શન થાય તે માટે મિની ટ્રેક્ટર અને તેની ટ્રોલી લારી સરપંચ ઘનશ્યામભાઈ બલરને અર્પણ કરવામાં આવ્યું હતું વિજયાનગર ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાનને વધુ વેગવંતુ અને ગામમાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે દરરોજ સવારે ગામના દરેક વિસ્તારોમાં, શેરીએ, શેરીએ તેમજ દુકાને દુકાને જઈને ઘરે ઘરે થી ટ્રેકટર દ્વારા કચરા નું કલેક્શન કરવામાં આવી રહ્યુછે તેમજ સરપંચ ઘનશ્યામભાઈ બલર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનના પગલે દરરોજ એક કલાક પોતાનું શ્રમદાન આપી ગામના સફાઈ અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.


















Recent Comments