અમરેલી

સાવરકુંડલા તાલુકામાં વાવાઝોડામાં પડી ગયેલ મકાન સહાય લાભાર્થીને અન્યાય થતા ટી.ડી.ઓ.ને આવેદનપત્ર આપતા ઉપપ્રમુખ સાવરકુંડલા તાલુકા કૉંગ્રેસ

તા. ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ “તૌક્તે” વાવાઝોડા દરમ્યાન જાબાળ તેમજ આજુબાજુના ગામોમાં મોટા પ્રમાણ માં નુકશાન થવા પામેલ છે. જેમાં સામાન્ય અને ગરીબ લોકો નાં ઘર વખરી તેમજ મકાનો સંપૂર્ણપણે નાશથયેલ  હોય, જેમાં આ સર્વે ની કામગીરી દરમ્યાન મોટા પ્રમાણ માં ગેરરીતી થયેલ હોય  જેમાં ગુજરાત સરકાર મહેસુલ વિભાગ નાં  ઠરાવ ક્રમાંક :સીએલએસ /૧૦૨૦૨૧/૪૭૪/સ-૩ તા ૨૩/૦૫/૨૦૨૧ થી બહાર પાડવામાં આવેલ તેમની માર્ગદર્શિતા મુજબ નો સર્વે કરવામાં આવેલ નથી. અને અરાજકતા દાખવીને અધિકારી તેમજ ગામના અમુક લોકો દ્વારા સાઠગાંઠ રાખીને સર્વે કરવામાં આવેલ છે. જેમાં ખરેખર નુકશાની પામેલ અને અસરગ્રસ્ત લોકો સર્વે થી વંચિત રાખવામાં આવેલ અને તેમને કોઈપણ જાતની સહાય થી વંચિત રહી જવા પામેલ છે. અને ખરેખર મકાન નુકશાની સામે માત્ર ૭૦૦૦ કે ૨૫૦૦૦ જેટલી રકમ આપવામાં આવેલ છે જેથી તંત્ર દ્વારા એકને ગોળ અને એકને ખોળ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયેલ છે.

 ૫૦૦૦, ૨૫૦૦૦, ૭૦૦૦, ૯૫૧૦૦, જેમાં સરકાર શ્રીના ઠરાવ મુજબ આપવામાં આવતું હોય પરંતુ સર્વે થયા બાદ પણ અમુક લોકોને તેમાંથી બાકાત રાખવાનું કરણ શું? તેમજ એકજ સરખું નુકશાન હોય તેમ છતાં બન્ને વચ્ચે વિભીનતા શા માટે રાખવામાં આવેલ છે.

            જેથી સરકાર શ્રીના ઠરાવ નું ઉલંઘન કરવામાં આવેલ છે, અને અરાજકતા થી થયેલ સર્વે સામે સરકાર શ્રીના ઠરાવ અને નીતિનિયમો મુજબનું સર્વે કરવામાં આવે અને ખરેખર જે લોકોને નુકશાની થવા પામેલ છે તેમને યોગ્ય સહાય આપવામાં આવે તેમજ આ સર્વે કરતી ટીમ ના અધિકારીઓ સામે અજરકતા અને ભ્રષ્ટાચાર સામે તપાસ કરી ને જાબાળ તેમજ આજુબાજુના ગામોને યોગ્ય ન્યાય સાથે  થયેલ નુકશાન સામે વળતર મળવા અમારી વિનંતી છે.

૨૫૦૦૦ ની સહાય આપવામાં આવી તેમજ રીજેક્ટ થયેલ અરજીની તપાસ કરવમાં આવે તો હક્કિત બહાર આવે તેમ હોય જેથી આવા લાભાર્થીઓના અરજી ફ્રોમ ની તપાસ કરી અને આપની કક્ષાએથી કમિટી ની રચના કરવામાં આવે તો લાભાર્થીઓને લાભ મળી શકે તેમ છે.  

Related Posts