સાવરકુંડલા તાલુકામાં વાવાઝોડા અને ભારે પવનના હિસાબે દીવાલો, ફરજા પડવાના ચાર બનાવો બન્યા જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા
બિપોરજોય વાવાઝોડાના પગલે સાવરકુંડલા તાલુકાના વિજયાનગર, મિતિયાળા, વણોટ અને વીરડી ગામે નાની મોટી દુર્ઘટનાઓ બનવા પામી હતી જેમાં વણોટ ગામના દંપતી ઈજાગ્રસ્ત થયા હતા..
સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે બિપોરજોય વાવાઝોડાના હિસાબે ભારે પવન અને વરસાદના પગલે દિનેશભાઈ પ્રાગજીભાઈ ઘોડાદરાના ખેતરમાં ફરજામાં આશ્રય લઈ રહેલા સુશીનભાઈ તથા તેમના પત્ની સવિતાબેન સુશીનભાઈ પર ફરજો પડતા સામાન્ય ઈજા થતા ઈજાગ્રસ્ત થયા હતા.
જ્યારે તાલુકાના વિજ્યાનગર ગામે જગદીશભાઈ નારાયણભાઈ બોળીયાના રસોડાની દીવાલ પડી હતી તથા મિતિયાળા ગામે હિરૂબેન ખોડાભાઈ બગડાના ઘરનો ફરજો પડી જવાય પામ્યો હતી જ્યારે તાલુકા વીરડી ગામે પ્રેમજીભાઈ ભીખાભાઈ રોજાસરા નું કાચું માટીનું મકાન પડી ગયું હતું સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના પગલે અલગ અલગ નાની મોટી ચાર ઘટના બનવા પામી હતી.
Recent Comments