અમરેલી

સાવરકુંડલા તાલુકામાં ૧૬ ગામોમાં રૂ.૫૦ લાખના ખર્ચે  મીની ટ્રેકટરો તથા ટ્રોલીઓની ફાળવણી કરવામાં આવી…

શના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા મિશન ચાલુ કરવામાં આવ્યુ છે ત્યારે તેને અંતર્ગત રૂ.૫૦ લાખના ખર્ચે સાવરકુંડલા તાલુકામાં ૧૬ ગામોમાં ધારાસભ્ય મહેશ કસવાલા,સાંસદનારણભાઈ કાછડીયા, પ્રમુખ જીતુભાઈ કાછડીયા ની હાજરીમાં મીની ટ્રેકટરો તથા ટ્રોલીઓની ફાળવણી કરવામાં આવી…સ્વચ્છતા અંગેની અલગ અલગ ગ્રાન્ટો રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવે છે ત્યારે સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીમાં ગામડાઓને રળીયામણુ બનાવવા માટે તેનું પ્રથમ પગથીયુ સ્વચ્છતા છે જે અંતર્ગત ધારાસભ્ય મહેશભાઇ કસવાલા દ્વારા અને સાંસદ નારણભાઇ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતીમાં ૧૬ ગામોમાં ઘન  કચરાના નિકાલ માટે રૂા.૫૦ લાખના ખર્ચે મિની ટ્રેકટરો તથા ટ્રોલીઓ ફાળવવામાં આવેલ છે.

સાવરકુંડલા તાલુકામાં ૧૬ ગામો જેવા કે, ચિખલી, જેજાદ, કેરાળા, કાનાતળાવ, લીખાળા, વિજયાનગર, બોરાળા, વિરડી, જીરા, હાડીડા, મોટા ભમોદ્રા, દોલતી, વણોટ, આદસંગ, મેરીયાણા તથા ગોરડકા ગામમાં ઘન કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયતોને મીની ટ્રેકટરો તથા ટ્રોલીઓ અર્પણ કરવામાં આવેલ છે. આ સમગ્ર આયોજન તાલુકા વિકાસ અધિકારી પરમાર તથા તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઇ કાછડીયા દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઇ વેકરીયા, મહામંત્રી ચેતનભાઇ માલાણી, નિતીનભાઇ નગદીયા ,હિતેશભાઇ ખાત્રાણી, અતુલભાઇ બોરાળા, લલીતભાઇ બાળધા, તાલુકા યુવા ભાજપ મહેશભાઈ ભાલાળા, ઉપપ્રમુખ પરશોતમભાઇ ઉમટ, સરપંચો અધિકારીઓ તથા ભાજપાના પદાધિકારીઓ, તલાટી કમ મંત્રીઓ અને કાર્યકર્તા મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Related Posts