અમરેલી

સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય ના કાર્યાલય નીચે ગેસ, પટ્રોલ ડીઝલ તેમજ આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ વધારા સામે ઘરણા કરવામાં આવેલ 

સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ધારાસભ્ય શ્રી ના કાર્યાલય નીચે ગુજરાત સરકાર શ્રી દ્વારા સતત ભાવ વધારો કરી રહી છે જેમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ ણા ભાવો આસમાને પહોચતા આમ જનતા ને માર પડી રહ્યો છે. લોકો ને હાલ ણા સમયમાં ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે આ ભાજપ સરકાર શ્રી દિન પ્રતિદિન આવશ્યક ચીજ વસ્તુઓમાં ભાવ વધારી રહી છે, જેમાં કોંગ્રેસ ની વિચાર ધારા અને લોકોને પડતી મુશ્કેલીઓ ને વાચા આપવા અવાર નવાર વિરોધપ્રદર્શન કરવા મજબુર થવું પડે છે. તેમ છતાં આ સરકાર ને લોકો ની સ્વેદનાં સમજી શકતી નથી, સરકાર પોતાની સતા મા મદમસ્ત બનીને આમ જનતાને ભગવાન ના ભરોસે મુકીને પોતાની વાહવાહ માં મસ્ત બની ને જાહેરાતો પાછળ કરોડોના ખર્ચ કરી રહી છે

ત્યારે આજ રોજ કોંગ્રેસ ની વિચારધારા મુજબ સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાબતે ભાજપ સરકાર ની નીતિ સામે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ  આગેવાનો અને પ્રતિનિધિઓ દ્વારા ધરણા પર બેસ્યા હતા. ત્યારે સતાની મદમસ્ત થી રાચતી આં ભાજપ સરકાર શ્રી દ્વારા લોકો ને અને આમ જનતા ને ઉજાગર કરતા કાર્યકમ ને બંધ કરાવવા પોલીસ તંત્ર ને મોકલીને ધરણા પર બેસેલ તાલુકા કોંગ્રેસ  સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ તથા આગેવાનો અને કાર્યકર ની અટકાયત કરવામાં આવી હતી. 

જેમાં હસુભાઈ સૂચક, કોંગ્રેસ શહેર કાર્યકારી પ્રમુખ ,કનુભાઈ ગેડિયા કોંગ્રેસ શહેર પ્રમુખ, વલ્લભભાઇ ઝીંઝુવાડીયા, કોંગ્રેસ પ્રદેશ, મહેશભાઈ જયાણી, હાર્દિકભાઈ કાનાણી, કરશનભાઈ સીડવાણીયા, હસુભાઈ બગડા, જયદીપભાઈ ખુમાણ, વાસુરભાઈ ભમ્મર, મધુભાઈ ભુવા, ખોડુભાઈ બોરીચા, રાજેભાઈ ચૌહાણ, વિપુલભાઈ જ્યાંણી, અશોકભાઈ ખુમાણ, નાસીરભાઈ ચૌહાણ, દીપકભાઈ સભાયા, વિપુલભાઈ ઉનાવા, બટુકભાઈ ઉનાવા, જીગ્નેશભાઈ ભરાડ, ચિરાગભાઈ વાઘ, ભુપતભાઈ ચુડાસમા, સુરેશભાઈ સોલંકી, આશિષભાઈ ચુડાસમા, નરેશભાઈ દેવાણી, બગડા જીગ્નેશ એમ, બગડા અશોક એમ, ભરતભાઈ કસવાળા, ધુરકા પરેશ, ભાવેશભાઈ બગડા, ભીખાભાઈ દેવાણી, ભાવિનભાઈ ગોસાઈ, દિલીપભાઈ કિકાણી, ઇકબાલભાઈ ગોરી, હિતેશભાઈ જ્યાણી , આદિલભાઈ ચૌહાણ, વિજયભાઈ રાઠોડ વગેરે કાર્યકર મિત્રો ધરણા પર બેસેલ હતા,

Related Posts