fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકા ના ગામો માં મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા માહિતી પ્રસાર પ્રચાર ના હેતુ થી સરકાર ની યોજના ઓના ફોર્મ ભરી આપવામાં આવ્યા.- મોટી સંખ્યામાં ગ્રામજનો એ લાભ મેળવ્યો.

અમરેલી જીલ્લા  મહિલા સાંમખ્ય શિક્ષણ વિભાગ દ્વારા ડી.પી.સી. ઈલાબેન ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તા દ્વારા સાવરકુંડલા તાલુકા ના ભેંકરા અને ધાર ૨ ગામોમાં માહિતી કેન્દ્ર ના પ્રચાર પ્રસાર ના હેતુ થી ૧૧:૦૦ થી ૧૬:૦૦ ના સમય માં મિટિંગ કરવામાં આવી જેમાં સરકાર દ્વારા મળતી યોજનાઓને સહાયો ના વિના મૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા અને લાભાર્થી ઓને સરકારી યોજનાઓ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું મિટિંગ માં વૃદ્ધા પેન્શન,વિધવા સહાય,નિરાધાર સહાય,આધાર કાર્ડ માં સુધારા વધારા, આવકના દાખલા, વગેરે યોજના અને સહાયો ના ફોર્મ ભરવામાં આવ્યા અને માર્ગદર્શન આપવામાં આવ્યું ,કાર્યક્રમ માં ભેંકરા ગામના સરપંચ અને ધાર ગામના સરપંચ દયાબેન ઉપસ્થિત રહ્યા હતા મિટિંગ માં બન્ને ગામના કુલ ૨૦૦ ભાઈઓ અને બહેનોને સરકારી સહાયો અંગે યોગ્ય માર્ગદર્શન મેળવ્યું, કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જે.આર.પી રેણુકા હેતલ બેન, સી.આર.પી. મકવાણા કિરણ બેન, સી.આર.પી ગોસ્વામી ઇલા બેન અને માહિતી કેન્દ્ર સંચાલિકા ડોડીયા ધૃતિ બેન અને બગડા કુંજલ બેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી.

Follow Me:

Related Posts