અમરેલી

સાવરકુંડલા તાલુકા ના તમામ ગામો માં ઈ ગ્રામ મારફતે સાયબર સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ મોટી સંખ્યામાં લોકો એ નિહાળ્યું

ગ્રામ્ય વિસ્તારના લોકો સાયબર ક્રાઈમ નો ભોગ ના બંને તે માટે દરેક ગ્રામ પંચાયત ના ઓપરેટરો દ્વારા લાઈવ કાર્યક્રમ જોવા ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી.
અમરેલી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.પટેલ સાહેબ અને ઈગ્રામ જીલ્લા ડી.એલ.ઈ. જયતિભાઈ સોદરવા અને ઉદયભાઈ વાવડીયા સૂચના થી સાવરકુંડલા તાલુકા ના ટી.એલ.ઈ. અમીતગીરી ગોસ્વામી દ્વારા ઓપરેટરો ના સંપર્ક ના રહી તાલુકા ના તમામ ગામો માં આઝાદી કા અમૃત મહોત્સવ ની થીમ હેઠળ સાયબર સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા કાર્યક્રમ નું ગાંધીનગર થી લાઈવ પ્રસારણ સાવરકુંડલા તાલુકા ના તમામ ગામો માં ગ્રામ પંચાયત ઓપરેટરો વી.સી.ઈ. દ્વારા નિહાળવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ના સાઈબર ક્રાઈમ ના અધિકારીઓ દ્વારા લોકો ને સાઈબર ક્રાઈમ નો ભોગ ન બને અને સોશ્યલ મીડિયા માં છેતરાઈ નહિ પોતાના પૈસા ફસાઈ નહિ અને ફ્રોડ થયેલા પૈસા સાઈબર ક્રાઈમ ની ટિમ દ્વારા તાત્કાલિક પરત આપવાની કામગીરી કરશે. કોઈપણ લોકો સાઈબર ક્રાઈમ નો ભોગ બંને તો ટોલ ફ્રી નંબર ૧૯૩૦ નો સંપર્ક કરવા જણાવ્યું હતું તેમ સાવરકુંડલા તાલુકા ના તમામ ગામો માં સાઈબર સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં નિહાળે કાયદા નું જ્ઞાન મેળવે તે માટે ઈ ગ્રામ ટી.એલ.ઈ. અમીતગીરી ગોસ્વામી, સંજયભાઈ પંડ્યા, ઓઢભાઈ ભુકણ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

Related Posts