fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકા પંચાયત ના પ્રમુખ તથા ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઇ…ફરી ભાજપનો ભગવો લહેરાયો

તા.૧૩/૦૯/૨૦૨૩ તાલુકા પંચાયત સાવરકુંડલા ના પ્રમુખ તથા ઉપપ્રમુખ ની ચૂંટણી યોજવામાં આવેલ. જેમા તાલુકા પંચાયતના કુલ ૨૨ સભ્યો માંથી ૨૦ સભ્યો હાજર રહેલા, ૩ સભ્યો ગેરહાજર રહેલા. તેમાંથી  ભાજપ પક્ષના ઉમેદવાર જીતુભાઈ કરશનભાઈ કાછડીયાને પ્રમુખ તથા પરશોતમભાઈ જીવાભાઈ ઉમટ ને ઉપપ્રમુખ પદ માટે ૧૩ સભ્યો એ મત આપેલ અને ૭ સભ્યોએ કોંગ્રેસ તરફી મત આપેલ. જેથી જીતુભાઈ કરશનભાઈ કાછડીયાને પ્રમુખ તથા પરશોતમભાઈ જીવાભાઈ ઉમટ ને ઉપપ્રમુખ પદ માટે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ..નવનિયુક્ત હોદેદારોને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, તાલુકા ભાજપ પ્રમુખ જીવન ભાઈ વેકરીયા, મહામંત્રી ચેતન ભાઈ માલાણી, નીતિનભાઈ નગદીયા તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, તાલુકા પંચાયત ના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો એ  નારા લગાવી આતશબાજી કરીને અભિનંદન આપ્યા હતા.

Follow Me:

Related Posts