વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનને પ્રાધાન્ય આપી “હર ઘર તિરંગા” અભિયાનને લોકોએ જન અભિયાન બનાવ્યું છે. ત્યારે આજ રોજ સાવરકુંડલા તાલુકા ભાજપ પરિવાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આયોજિત ભવ્યતિભવ્ય “તિરંગા યાત્રા” માં અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ વિશેષ ઉપસ્થિત રહી પદાધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનોનો જુસ્સો વધાર્યો હતો.
આ યાત્રાનું સાવરકુંડલા તાલુકાના શેલકાઠા હનુમાન મંદિર – કરજાળા થી પ્રસ્થાન કરવામાં આવેલ ત્યારબાદ ઓળીયા, ચરખડિયા, નાના ભમોદ્રા, જીરા, બોરાળા, ખડકાળા, ભુવા અને અમૃતવેલ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે યાત્રાનું સમાપન થયેલ હતું. યાત્રા દરમ્યાન ગ્રામજનોમાં અભૂતપૂર્વ આવકાર અને અનેરો ઉમંગ જોવા મળ્યો હતો.
આ તકે યાત્રામાં જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા, તાલુકા ભાજપ પ્રમુખ જીવણલાલ વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખ લલિતભાઈ બાળધા, જીલ્લા પંચાયત સભ્ય રાહુલભાઇ રાદડિયા, માર્કેટીંગ યાર્ડ ડિરેક્ટર અતુલભાઈ રાદડિયા, રસિકભાઈ ચાંદગઢીયા, પ્રતાપભાઈ ખુમાણ, મહેશભાઈ ભાલાળા, કરશનભાઈ વઘાસિયા, ભરતભાઈ કથીરીયા, સંજયભાઈ બરવાળીયા સહિતના તાલુકા, મોરચા અને સેલના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનધિઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
Recent Comments