અમરેલી

સાવરકુંડલા તાલુકા યુવક મંડળ દ્વારા  મહુવા – હરિદ્વાર ટ્રેન શરુ કરવા અંગે ધારાસભ્ય મહેશભાઈને રજૂઆત કરવામાં આવેલ 

સાવરકુંડલા તાલુકા યુવક મંડળ દ્વારા  મહુવા થી હરિદ્વાર ટ્રેન શરુ કરાવવા અંગે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને રજૂઆત કરવામાં આવી. હરિદ્વાર એક યાત્રાધામ હોય અને લાખો લોકોનું આસ્થાનું સ્થાન હોય આ સંદર્ભને લક્ષમાં લઈને મહુવા હરિદ્વાર સીધી ટ્રેન શરૂ કરવામાં આવે તો લોકો માટે આશીર્વાદ રૂપ  સમાન હોય વળી  માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ પણ ધાર્મિક સ્થળોને ખુબ જ મહત્વ આપી રહ્યા છે ત્યારે હરિદ્વાર એ  આસ્થાનું પ્રતીક હોઈ મહુવા હરિદ્વાર ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ સાવરકુંડલા તાલુકા યુવક મંડળ દ્વારા કરવામાં આવી છે. 

આ મંડળની સ્થાપના ૮/૭/૧૯૭૨ રજી.નં. F/544 છે અને છેલ્લા ૫૦  વર્ષથી  તાલુકા યુવક મંડળ તરફથી દર વર્ષે યુવા કલા ઉત્સવ, પ્રકૃતિ શિક્ષણ શિબિર તેમજ ૨૬ મી જાન્યુઆરી, ૧૫ મી ઓગસ્ટ દેશભક્તિ ગીત સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ સંસ્થાનું હિસાબ ઓડિટ પણ રેગ્યુલર થાય છે. આ તાલુકાના  ગામોમાં આ યુવક મંડળ યુવા પ્રવૃતિ કરી ચુક્યું છે. 

ઉપરોક્ત વિષય અનુંસંધાન સાવરકુંડલાની જનતા તેમજ ગ્રામ્ય જનતા પણ ટ્રેન સત્વરે શરુ થાય તેવું ઈચ્છી રહી હોય આ સંદર્ભે સાવરકુંડલા તાલુકા યુવક મંડળના પ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણી અને મંત્રી ભીખેશ ભટ્ટે મહુવા હરિદ્વાર ટ્રેન શરૂ કરવા માંગણી કરતો પત્ર સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને લખેલ છે.

Follow Me:

Related Posts