સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જે હર હંમેશા લોકોને સુવિધામાં કેમ વધારો થઈ શકે, લોકોને પડતી મુશ્કેલીઓના પ્રશ્નો ધ્યાન પર આવતા તેઓ સતત ગુજરાત સરકારમાં રજૂઆત કરતા રહે છે. તેમને મળેલી રજૂઆત મુજબ સાવરકુંડલા તાલુકા વિવિધ ગામના રોડ રસ્તા તેમજ એપ્રોચ રોડ કામગીરી માટે ધારાસભ્ય દ્વારા કરાયેલ રજૂઆત પ્રમાણે માર્ગ મકાન વિભાગ ગુજરાત સરકાર દ્વારા રોડ રસ્તા કામ માટે ₹5.46 કરોડ રૂપિયા રોડનાં કામ માટે મંજૂરી આપેલ છે.તેમજ જોબ નંબર આપવા માં આવેલ છે. ટૂંક સમયમાં મળેલ મંજૂરી મુજબ રોડ રસ્તા કામ શરૂ થશે.અને જનતાને વિશેષ સુવિધાઓમાં વધારો થશે…
સાવરકુંડલા તાલુકા રોડ રસ્તા નાં જોબ નંબર તેમજ રીસરફેસિંગ નાં કામ માટે ₹5.46 કરોડ રૂપિયા મંજૂર કરાવતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

Recent Comments