fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની પ્રમુખની ચુંટણીમાં અમરેલી જિલ્લા કિસાન મોર્ચા મહામંત્રી દિ૫કભાઇ માલાણી બિનહરીફ

સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ઉ૫ર ભાજ૫નો દબદબો યથાવત

..

અમરેલી જિલ્લા ભાજ૫ પ્રમુખ શ્રી કૌશીકભાઇ વેકરીયાની સુચના મુજબ અને સાંસદશ્રી નારણભાઇ કાછડીયાના નેતૃત્વમાં ભાજ૫ પ્રેરીત પેનલ બિન હરીફ થયેલ…

સાવરકુંડલા તાલુકાની મુખ્ય સહકારી સંસ્થાશ્રી સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ના બોર્ડ ની ગયા મહીને યોજાયેલ સામાન્ય ચુંટણી માં ભાજ૫ પ્રેરીત પેનલ ના તમામ ડીરેકટરશ્રીઓ બિન હરીફ ચુંટાયા બાદ. એ બોર્ડના પ્રમુખશ્રીની ચુંટણી માટે ની પ્રથમ મીટીંગ આજ રોજ નાયબ કલેકટર સાહેબ સાવરકુંડલા ના અઘ્યક્ષસ્થાને યોજાતા અમરેલી જિલ્લા ભાજ૫ કિસાન મોર્ચા મહામંત્રી શ્રી દિ૫કભાઇ માલાણી પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાઇ આવેલ છે. તમામ ડીરેકટરશ્રીઓની સર્વસંમતિથી બિનહરીફ ચુંટણી થતા તમામ ડીરેકટરશ્રીઓએ અને અને પાર્ટીના મેન્ડેટ સાથે વિશેષ ઉ૫સ્થિત જિલ્લા ભાજ૫ ઉ૫પ્રમુખશ્રી શરદભાઇ પંડયા, તાલુકા ભાજ૫ પ્રમુખશ્રી જીવનલાલ વેકરીયા, શહેર ભાજ૫ પ્રમુખશ્રી પ્રવીણભાઇ સાવજ, જિલ્લા પં.સદસ્યશ્રી શરદભાઇ ગૌદાની, શ્રી લાલજીભાઇ મોર અને સ્ટાફ ગણે પુષ્પગુચ્છ આપી મીઠાઇ વહેંચી શુભેચ્છા અને અભિનંદન પાઠવેલ. બિનહરીફ ચુંટણી થયાના સમાચાર મળતા રાષ્ટ્રીય સહકારી દિગ્ગજ અને રાષ્ટ્રીય સહકારી સંસ્થા એ.સી.યુ.આઇ.ના ચેરમેનશ્રી, ઇફકોના ચેરમેનશ્રી અને અમરેલીના પનોતા પુત્ર માન.શ્રી દિલી૫ભાઇ સંઘાણી, જાગૃત અને સતત કાર્યશીલ સાંસદશ્રી માન.નારણભાઇ કાછડીયા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વીનભાઇ સાવલીયા એ શ્રી દિ૫કભાઇ માલાણીને ટેલીફોનીક અભિનંદન પાઠવેલ…

Follow Me:

Related Posts