સાવરકુંડલા થી મહુવા એસ.ટી. બસના ડ્રાઈવર અને મહિલા કંડકટર ની પ્રમાણિકતા સામે આવી છે. જેમાં સાવરકુંડલા મહુવા એસટી બસમાં સવારે 5:45 વાગે સાવરકુંડલા એસટી ડેપો થી એક પેસેન્જર ગોરડકા ગામ જવા માટે બેઠા હતા અને ગામ આવતા તેઓ ઉતરી ગયા હતા. પરંતુ તેમની સાથે રહેલા કપડા અને અન્ય સામાન તેમાં આધાર કાર્ડ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ અને એ.ટી.એમ. તેમજ 10 હજારની રોકડ રકમ વગેરે ભુલી ગયા હતા. બાદમાં તેમને જાણ થતા બસ ડ્રાઈવર અને કંડકટર નો સંપર્ક કરતા તેઓએ ખાતરી કરી બધો સામાન પરત કરી ઈમાનદારી નું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડયુ હતુ. જેની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે.
સાવરકુંડલા થી મહુવા એસ.ટી. બસના ડ્રાઇવર કંડકટરે મુસાફર નો કિંમતી સામાન પરત કર્યો.

Recent Comments