સાવરકુંડલા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા દરવર્ષની જેમઆ વર્ષે પણ દશનામ ગોસ્વામી સમાજનો શૈક્ષણિક ઈનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સારા માર્ક્સ સાથે પરીક્ષામાં પાસ થયેલ તેજસ્વી તરલાઓને સ્કૂલ બેગ, ફૂલસ્કેપ ચોપડા સહિત શાળાકીય કીટ સંતો મહંતો, સમાજના અગ્રણીઓ અને મહિલાઓના હસ્તે વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વિતરણ કરવામાં આવી હતી આતકે મહામંડલેશ્વર મહેન્દ્વાનંદગીરી બાપુ સહિતના સંતો મહંતો, જ્ઞાતિ અગ્રણી ક્રુષ્ણગીરી ગોસ્વામી લીબડી, ધર્મેન્દ્રગીરી અમરેલી મહિલા અગ્રણી ઉષાબેન ગોસ્વામી સુરત સહિતના દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આતકે દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળના ઉપપ્રમુખ અમિતગીરી ગોસ્વામી યુવા અગ્રણી અર્જુનગીરી ગોસ્વામી, પ્રકાશગીરી સોમવારગીરી ગોસાઈ ક્રાકચ રમેશગીરી ગજરાજગીરી સહિતના સભ્યોને મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી દ્વારા વર્ષોથી કરવામાં આવતા વિદ્યાર્થી ઈનામ વિતરણ અને સમૂહલગ્ન બાબતે શુભેચ્છા પાઠવી હતી આતકે દશનામ ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શૈક્ષણિક ઈનામ વિતરણ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું દીપપ્રાગટય મહામંડલેશ્વર મહેન્દ્વાનંદગીરી બાપુ, જસુભારથી બાપુ ચોગઠ, કાનાભાઈ, સાંઢીડા મહંત, ડો.મનિષગીરી, ગણવંતપરી લાઠીના હસ્તે કરવામાં આવેલ.
સાવરકુંડલા દશનામ ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

Recent Comments