fbpx
અમરેલી

સાવરકુંડલા દાનબાપુની જગ્યા ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે… મટકીફોડની તૈયારીઓ ચાલુ કરવામાં આવી.

           સાવરકુંડલા ખાતે આવેલ સુપ્રસિધ્ધ દાનબાપુની જગ્યા ખાતે આગામી તારીખ 07/09 ગુરૂવારને જન્માષ્ટમીના દિવસે દર વર્ષેની જેમ આવર્ષે પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આતકે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મહોત્સવ, નંદ ઘેર આનંદ ભયો, મહા આરતી, પંજરીનો પ્રસાદ તેમજ મોટી સંખ્યામાં શહેરના વિવિધ યુવાનોના ગ્રુપ દ્વારા મટકી ફોડ, ગોવિંદાનો કાર્યક્રમ યોજવામાં આવશે

મટકી ફોડ માં એકથી ત્રણ ગ્રુપના યુવાનોને રોકડ રકમનો પુરસ્કાર આપવામાં આવશે. સાવરકુંડલા દાનબાપુની જગ્યાના મહંત બાપલુબાપુ ખાચર, અલ્પેશ કારીયા, જીતુભાઈ ખાચર વગેરે દ્વારા ચાંપરાજબાપુની જગ્યા ઝીંઝુડા ગેઈટ ખાતે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ જગ્યામાં જન્માષ્ટમીની ઉજવણી રાત્રે બાર વાગ્યે થાય તેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને અગ્રણીઓ તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહે છે.

Follow Me:

Related Posts