fbpx
અમરેલી

સાવરકુંડલા દાનબાપુની જગ્યા ખાતે જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી.

             સાવરકુંડલા શહેરની મધ્યમાં ઝીંઝુડા ગેઈટ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શ્રીદાનબાપુ જગ્યા ખાતે દરવર્ષની જેમ આવર્ષે પણ જગ્યાના મહંત પૂજ્ય બાપલુબાપુ ખાચરની અધ્યક્ષતામાં જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે ધૂન, ભજન, કીર્તન, મહાપ્રસાદ તથા રાત્રે 12 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવ, હિંડોળા દર્શન, યુવાનો દ્વારા મટકી ફોડ ઉત્સવ ની ઉજવણી વગેરે ધાર્મિક કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા મટકીફોડ ઉત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આતકે કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણીઓ, સાવરકુંડલા તાલુકાના રાજકીય, સામાજિક અગ્રણીઓ, સંતો મહંતો તેમજ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દાનબાપુની જગ્યાના મહંત બાપલુબાપુ ખાચર તેમજ અનુભાઈ ખાચર, જીતુભાઈ ખાચર દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે બાંધવામાં આવેલ અલગ અલગ ત્રણ મટકી ફોડનાર યુવાનો ને પ્રથમ, દ્વિતિય અને તૃતીય નબરો મેળવનાર યુવાનોને રોકડ રકમ અને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts