સાવરકુંડલા ધારાસભ્ય કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.
ભારતના ૭૫મા પ્રજાસત્તાક પર્વની સાવરકુંડલાના સેવાલય સમાન ‘સત્વ અટલધારા’ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી. જેમાં નિવૃત શિક્ષક અને શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના ટ્રસ્ટી શ્રી હરેશભાઈ વ્યાસ (વ્યાસજી)ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ ધ્વજવંદન સમારોહમાં તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, શહેર ભાજપ ઉપપ્રમુખ પરાગભાઈ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઇ નાકરાણી, ચેરમેન અશોકભાઈ ચૌહાણ, શાસક પક્ષના નેતા કરશનભાઈ આલ, નગરપાલિકા સદસ્યશ્રી કિશોરભાઈ બુહા, હેમાંગભાઈ ગઢીયા, ભુપતભાઈ પાનસુરીયા,મનસુખભાઇ લાડવા, વલ્લભભાઈ કારેણા, કેશવભાઈ બગડા, જિજ્ઞેશભાઈ ટાંક, પૂર્વ નગરપાલિકા ચેરમેન પ્રવીણભાઈ કોટીલા, અ. જા. મોરચા મહામંત્રી લલિતભાઈ મારૂ,શહેર યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, મયુરભાઈ ખાચર, ચંદ્રેશ સાવજ, નીરજભાઈ ત્રિવેદી, શિવાંગભાઈ ત્રિવેદી, દેવર્ષિભાઈ તેમજ મોટીસંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી.
Recent Comments