fbpx
અમરેલી

સાવરકુંડલા ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ બંધની અપીલને માન્ય રાખી સંયંભૂ બંધ પાલાવામાં આવેલ

મોઘવારી, બેરોજગારી, તેમજ જીવન  જરૂરીયાત ની આવશ્યક ચીજ વસ્તુના ભાવ વધારા જેવા અનેક પ્રશ્ને સાવરકુંડલા ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ બંધ ની  અપીલ ને માન્ય રાખી સાવરકુંડલા શહેરી વેપારીઓ અને ધંધાર્થીઓ દ્વારા સંયંભૂ બંધ પાલાવામાં આવેલ અને ધારાસભ્ય ટીમ દ્વારા નાવલી નદીમાં ચક્કા જામ કર્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજ રોજ તા. ૧૦/૦૯/૨૦૨૨ “ગુજરાત સાંકેતિક બધ “હેઠળ સમગ્ર ગુજરાત બંધ નું એલાન કરવામાં આવેલ જેમાં દરેક વિધાનસભા ક્ષેત્ર હેઠળ નાં ધારાસભ્ય સભ્યશ્રીઓ દ્વારા લોકો તેમજ આમ જનતા, વકીલશ્રીઓ, વેપારીઓ, ડોક્ટરશ્રીઓ, નાના મોટા ધંધાર્થીઓ, કે જેઓને આ સ્વેદન શીલ ગુજરાત અને મોડલ ગુજરાત ના બેનર હેઠળ લોકોને ઉલટા ચશ્માં પહેરાવીને ૨૭ વર્ષ થી પીળા ને લીલું બતાવી રહેલ્લ છે, ત્યારે કોંગ્રેસ પક્ષ તેમની વિચારધારા ને સાથે રાખી ૨૭-૨૭ વર્ષ થી લોકો, આમ જનતા, સામાન્ય લોકો, ધંધાર્થીઓ, વ્યવસાય સાથે જોડાયેલ વેપારીઓ, આ સરકાર ની નીતિ થી ત્રસ્ત થયેલ છે ત્યારે લોકો અને જગાડવાના ભાગ રૂપે આજ રોજ સમગ્ર ગુજરાત ને બંધ રાખવા સાવરકુંડલા –લીલીયા મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત.

તેમજ સાવરકુંડલા શહેરી અને તાલુકા કોંગ્રેસ સમિતિઓ તેમજ દરેક ફ્રન્ટ ના હોદેદારો અને કોંગ્રેસ કાર્યકર મિત્રો દ્વારા સાવરકુંડલા ના મુખ્ય રસ્તાઓ પર જઈને લોકોની સાથે સવાંદ કરવામાં આવેલ લોકો દ્વારા આ બંધ ના એલાન ને સમર્થન આપવા  સાથે જોડાયેલ અને નાવલી પોલીસ ચોકી રિદ્ધિ સિદ્ધિ ચોક ચક્કાજામ કરવામાં આવેલ ધારાસભ્ય શ્રી દ્વારા મોધવારી, બેરોજગારી, તેમજ જીવણ જરૂરીયાત ની આવશ્યક ચીજ વસ્તુના ભાવ વધારા જેવા અનેક પ્રશ્ને સુત્રોચાર કરવામાં આવેલ હતા, જેમાં મોટી સંખ્યમાં વેપારીઓ, અને આમ જનતા જોડાયેલ હતી.

આ સાથે સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ડોડીયા (કનુભાઈ) કાર્યકારી પ્રમુખ શ્રી હસુભાઈ સૂચક, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, બાબુદાદા પાટીદાર, હાર્દિકભાઈ કાનાણી,  દીપકભાઈ સભાયા, વિનુભાઈ ગુંદરણીયા, અશ્વિનભાઈ ધામેલીયા, કુમન રૈયાણી, વાસુરભાઈ ભમ્મર, બેચરભાઈ રામાણી, પંકજભાઈ ઉનાવા, જીગ્નેશભાઈ બગડા, વનરાજભાઈ ખંઢેલા, પ્રકાશભાઈ બગડા, બળવંતભાઈ બગડા, હાર્દિકભાઈ સાવલિયા, મુકેશભાઈ કસવાળા, કલ્પેશભાઈ  શેલડીયા, શિવરાજભાઇ ખુમાણ, સાગરભાઈ ખુમાણ, સંજયભાઈ  લહેરી, બકુલભાઈ કાનાણી, હિમતભાઈ લહેરી ચંદ્રેશભાઈ રબારી, અહેમદભાઈ ચૌહાણ , શિરીષભાઈ ત્રિવેદી, ભવ્યાંગભાઈ જોષી, ઇકબાલભાઈ ગોરી, પીયુશભાઇ ગાંજીપરા, ભાવેશભાઈ બગડા, વિજયભાઈ રાઠોડ,  અશોકભાઈ ખુમાણ, કનુભાઈ પરમાર, સલીમભાઈ હિંગોરા, સંજયભાઈ હીરપરા, નઝીરભાઈ સંધી, ભરતભાઈ માનસેતા, રુસ્તમભાઈ સમા, ફિરોજભાઈ ચૌહાણ, હસુભાઈ બગડા, ચિરાગભાઈ  વાઘ,  પ્રવીણભાઈ ચુડાસમા આશિષભાઈ ચુડાસમા, ઓસાભાઈ પઠાણ, હરિભાઈ સાગર, ઈરફાનભાઈ કુરેશી  નાસીરભાઈ ચૌહાણ, જીગ્નેશભાઈ ભરાડ, રાજેભાઈ ચૌહાણ, ઇકબાલભાઇ બાવનકા.

Follow Me:

Related Posts