અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર સાતના નગરપાલિકા સદસ્ય સોહિલ શેખ  દ્વારા નગરપાલિકા પ્રમુખ શ્રી તથા ચીફ ઓફિસરને શહેરમા યથાસ્થાને વૃક્ષારોપણ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી

સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર સાતના નગરપાલિકા સદસ્ય દ્રારા સમગ્ર સાવરકુંડલા શહેરના જાહેર રસ્તાઓની બાજુમાં તથા કોમન પ્લોટમાં હાલ ચોમાસાની ઋતુની શરૂઆતના સમયમાં વૃક્ષારોપણ કરવા માટે સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને લેખિત રજૂઆત કરી. આમ પણ ગતવર્ષે તોકતે વાવાઝોડામાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થતાં પર્યાવરણ ક્ષેત્રે વૃક્ષારોપણ કરવું અને તેનો ઉછેર પણ માવજતથી કરવો એ  જરૂરી છે. આમ પણ પર્યાવરણના સંતુલન માટે વૃક્ષો જ આજે શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે. વળી સાંપ્રત સરકારની નીતિ પણ પર્યાવરણને શુધ્ધ કરવા માટે પ્રયત્નશીલ છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકાએ પણ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. વળી સરકાર પણ આ ક્ષેત્રે ભરપૂર કોશિશ કરતી હોય ત્યારે નગરપાલિકાના સદસ્ય તરીકે આપણી પણ વૃક્ષ ઉછેર માટે નૈતિક જવાબદારી તો ગણાય. આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરી  નગરપાલિકા દ્વારા પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ થાય તો શહેર પણ લીલુંછમ અને રળિયામણું બને. એટલે આ દિશામાં ગંભીરતાથી વિચારી વૃક્ષારોપણ કરવા માટે વિનંતી.
આમ વોર્ડ નંબર સાતના નગરપાલિકા સદસ્ય સોહિલ શેખ દ્વારા શહેરમા યથાસ્થાને વૃક્ષારોપણ કરવા નગરપાલિકાના પ્રમુખ શ્રી તથા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.

Related Posts