સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીનો આજરોજ જન્મદિવસ હોય તેમના જન્મદિવસ નિમિત્તે અત્રે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે લૂલી લંગડી બિમાર ગાયોને માટે બે ગુણી કપાસિયા ખોળનું દાન કરેલ.
આજરોજ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવેલ.. મેહૂલભાઈ પોતે ખૂબ જ ધાર્મિક સંસ્કારોવાળા અને ગૌપ્રેમી હોય અહીં સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઈટ ખાતે આવેલ લૂલી લંગડી બિમાર ગાયોની સારવાર અને સંભાળ લેતી શ્રી કૃષ્ણ ગૌશાળાની ગાયો માટે બે ગુણી કપાસીયા ખોળનું દાન કરેલ છે. ખાસ વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી માટે મેહુલભાઈ ત્રિવેદી સતત પ્રયત્નશીલ રહે છે. થોડા સમય પહેલાં બાઢડા રેલવે ફાટક પાસે ગાયોના રેલવે અકસ્માત દરમિયાન મોત થયાં ત્યારે પણ તેઓ શ્રી પળનો પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
અને ખાસ નોંધનીય બાબત તો એ હતી કે મેહુલભાઈએ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ લેતી વખતે પણ પ્રવેશદ્વારને દંડવત પ્રણામ કરીને નગરપાલિકા કચેરીમાં ઈશ્ર્વરને પ્રાર્થના કરી પ્રવેશ કર્યો હતો. સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા પણ જેનું કોઈ નથી તેવી લૂંલી લંગડી બિમાર ગાયોના સારસંભાળ લેતી ગૌશાળા છે અને ગૌપ્રેમીઓના અનુદાનથી ચાલતી સંસ્થા છે. તેમ ગૌશાળાના પ્રમુખ શ્રી રાજુભાઈ બોરીસાગરે એક યાદીમાં જણાવ્યું હતું. મેહુલભાઈ ત્રિવેદીના આ અનુદાન બદલ શ્રી કૃષ્ણ ગૌશાળાના તમામ ટ્રસ્ટીગણ મેહુલભાઈનો હાર્દિક આભાર માન્યો હતો અને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી.
Recent Comments