સાવરકુંડલા નગરપાલિકાની ખાસ સાધારણ સભાની બેઠકમાં સર્વસંમતિએ ઠરાવો પસાર
સાવરકુંડલા નગરપાલિકા ખાતે પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડમાં ખાસ સાધારણ સભા મળી હતી આ સામાન્ય સભામાં પુનરાવર્તિત વિકાસ યોજના ૨૦૪૧ અન્વયે નગર આયોજન સમિતિ દ્વારા કરેલ ઠરાવને બહાલી આપવામાં આવેલ સાવરકુંડલા શહેરને આગામી ૨૫ થી ૪૦ વર્ષના વિકાસને ધ્યાન રાખી ગટર પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી આવશ્યક સેવા ગુણવત્તા યુક્ત મળી રહે તેવા શુભ આશયથી આ કામને અસર કરશેના નિયમ મુજબ ઓનલાઇન ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને એજન્સીની નિમણૂક કરવાનો મુસદ્દો ચર્ચામાં રજૂ થતા હાજર સભ્યો દ્વારા સર્વનામતે ઠરાવો મંજૂર થયેલ હતા
આ ખાસ સાધારણમાં ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ દંડક અજયભાઈ ખુમાણ પક્ષ નેતા જનકબેન કરસનભાઈ આલ , તેમજ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સદસ્યોશ્રીઓ, ચીફ ઓફીસર સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા
Recent Comments