fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં ચંદ્રયાન-૩ નું સફળ પ્રક્ષેપણ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ૩૩ ટકા મહિલા અનામત બદલ અભિનંદન ઠરાવ અને વિવિધ કમિટીઓની રચના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષતામાં સર્વાનુંમતે પસાર કરવામાં આવી

અમરેલી જિલ્લા ભાજપની સુચના અને સાંસદશ્રી નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન તળે સાવરકુંડલા નગરપાલિકા જનરલ બોર્ડ બેઠક મળી હતી જેમાં વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ અને કારોબારીની રચના કરવામાં આવી સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મહિલાઓને ૩૩ ટકા અનામત અને આપણા વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન ૩ નું સફળ પ્રક્ષેપણ અને સાવરકુંડલા ધૂળ મુક્ત કરવામાટે વિકાસ લક્ષી કર્યો માટે નવા ૩ મિનિ ટ્રેક્ટર, ૧- ગટર સફાઈ ( ગાળ કાઢવા ) મશીન,ઢોર માટે ટ્રોલીની ખરીદી કરવા માટે નગરપાલિકા દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરવા બદલ સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ તથા સાવરકુંડલા શહેર ભાજપ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.

ReplyReply allForward
Follow Me:

Related Posts