સાવરકુંડલા નગરપાલિકામાં મળેલી બજેટ બેઠકમાં ૧૧૪ કરોડની પુરાંતલક્ષી બજેટ મંજૂર
સાવરકુંડલા નગરપાલિકામાં આજે મળેલી બજેટ બેઠકમાં ૧૧૪ કરોડનું પુરાંત લક્ષી બજેટ નગરપાલિકાના પ્રમુખ પ્રમુખની અધ્યક્ષતામાં સર્વાનુમતે પસાર થતાં ૫૪૯૦૦૦ ની પુરાત લક્ષી બજેટ પસાર થતાં હાશકારો અનુભવ્યો હતો આજે સાવરકુંડલા નગરપાલિકા બજેટ બેઠક અંગે સવારે ૧૧:૦૦ કલાકે મળેલી બજેટ બેઠકમાં ભાજપ કોગ્રેસના સદયસ્યોની હાજરી વચ્ચે નગરપાલિકા પ્રમુખ તૃપ્તિબેન દોશી અને ઉપપ્રમુખ જયસુખ નાકરાણી , કારોબારી ચેરમેન ગોવિંદભાઇ પરમાર દ્વારા ૧૧૪ કરોડનું મૂકવામાં આવતા તમામ સદસ્યોએ ૫૪૯૦૦૦ ની પુરાંતલક્ષી બજેટને સર્વાનુમતે પસાર કર્યું હતું.
જ્યારે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે ડી. કે. પટેલે અમુક મુદાઓ આગળ ધાર્યા હતા જ્યારે તેના નગરપાલિક પ્રમુખ – ઉપપ્રમુખે જવાબો આપ્યા હતા. જ્યારે અમુક મુદાઓમાં વિજિલન્સ તપાસની કામગીરી ચાલતી હોય અને સરકારમાં રિપોર્ટ સોપાઈ ગયો હોય જે રિપોર્ટ પર સરકાર દ્વારા કાર્યવાહી કરવાની સૂચના મુજબની કાર્યવાહી કરવાની ચીફ ઓફિસરે જણાવ્યુ હતું.
જ્યારે રોડ રસ્તા પાણી સફાઈ અને ગટરના મુદે સદસ્યોએ પોતપોતાના વિસ્તારમાં વિકાસના કામો થાય તેવી માંગણીઓ લેખિતમાં આપી હતી . જયારે ડિમોલેશન બાબતે તૌકતે વાવાઝોડું અને કોરોના કપરા કાળ ગયા બાદ નગરપાલિકા દ્વારા ડિમોલેશન ન થાય તેવી માંગ કોગ્રેસ અને અમુક ભાજપના સદસ્યો દ્વારા પણ કરવામાં આવેલ હતી જેના પર કોઈ પ્રત્યુતર ન મળતા બજેટ બેઠક પૂર્ણ થયેલ હતી .
Recent Comments