સાવરકુંડલા નગરપાલિકા શાસક પક્ષ તરીકે સંપૂર્ણ ભાજપની બહુમતી ધરાવતી છે. સાવરકુંડલા નગરપાલિકાનાં પ્રમુખ- ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન સહિત ના હોદેદારો ની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં સાવરકુંડલા નગરપાલિકામાં નવનિયુકત હોદેદારો ની નિમણૂક માટેની સાધારણ સભા પ્રાંત અધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડમાં મળેલ હતી. જેમાં સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમુખ પદે મેહુલભાઈ ત્રિવેદી તથા ઉપપ્રમુખ તરીકે પ્રતિકભાઇ નાકરાણી ની વરણી કરવામાં આવેલ. તેમજ કારોબારી ચેરમેન પદે અશોકભાઈ ચૌહાણ અને પક્ષના નેતા તરીકે જનકબેન આલ અને દંડક તરીકે અજયભાઈ ખુમાણ ની નિમણુંક કરવામાં આવેલ છે.ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અપાયેલ મેન્ડેટ મુજબ બાકીના અઢી વર્ષની ટર્મ માં નવા વરાયેલા હોદેદારોનું ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારશ્રીઓ તેમજ સાવરકુંડલા શહેરીજનો દ્વારા ફૂલહારથી સન્માનિત કરી, ફટાકડા ફોડી તેમને અભિનંદન પાઠવ્યા હતાં.
સાવરકુંડલા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની નિમણૂક કરાઈ

Recent Comments