fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ દ્વારા સાવરકુંડલા વિસ્તારનાં જરૂરિયાતમંદ લોકોને ધન્વંતરિ આરોગ્ય રથની સેવાનો લાભ લેવા માટે નગરપાલિકા સદસ્યો, સેવાભાવી કાર્યકરોએ લોકો સુધી આ સેવા સંદેશ પહોંચાડવા અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા અપીલ કરી

સાવરકુંડલા શહેરના લોકોની અને તાલુકાના લોકોની સુખાકારી માટે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં  પ્રયત્નોથી  ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવો મેડીકલ અને લેબોરેટરી અને ઈ શ્રમીક કાર્ડ સ્થળ ઉપર કાઢીને આપતો ડોક્ટરોની ટીમ સાથેનો સંપૂર્ણ સુવિધાયુક્ત ધન્વંતરી આરોગ્ય રથ સાવરકુંડલા સીવીલ હોસ્પિટલને મળેલ હોય ત્યારે  ૧૭-૨-૨૩ને શુકવારે સવારે ૧૦  કલાકે સાવર વિભાગમાં પાણીના ટાંકા પાસે સ્થળ ઉપર ડો. ભાવેશભાઈ હીંગુ.. પેરામેડીક. દીપકભાઈ.. લેબ ટેક્નિશિયન નિતીક્ષાબેન પટેલ. પાઈલોટ રાજેશભાઇ આ મેડિકલ સ્ટાફ સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના સદસ્ય કમલેશભાઈ રાનેરા. બુથ પ્રમુખ રોહીતભાઈ ગોત. જયસુખભાઈ જાદવ સહીતના કાર્યકતાઓએ આ સ્લમ વિસ્તારમાંથી લોકોને બોલાવીને જરૂરીયાત મુજબ મેડિકલ ચેકઅપ કરાવી અને દવાઓ અપાવેલ. આ સ્લમ વિસ્તારના ધર આંગણે આરોગ્ય સેવાઓ પહોંચતી કરવા માટે ગુજરાત સરકારે આ જનઉપયોગી ઉમદા કાર્ય કરે છે ત્યારે લોકો પણ ખુબજ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે દરેક વિસ્તારમાં આ ધન્વંતરી આરોગ્ય રથ આવે ત્યારે નગરપાલિકાના તમામ સદસ્યો અને કાર્યકરો અને સેવાભાવી યુવાનો રથની સાથે રહી આજુબાજુના લોકો સુધી જઈને જરૂરીયાતમંદ લોકોને આ આરોગ્ય સેવાઓ પહોંચતી કરવા માટે મદદ કરવા  સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી  દ્વારા  નમ્ર અપીલ કરવામાં આવેલ

Follow Me:

Related Posts