સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની ઋતુ પહેલા જર્જરિત અને જોખમ કારક મિલ્કતો દૂર કરવા જાહેર નોટીસ આપવામાં આવી.
સાવરકુંડલા નગરપાલીકા દ્વારા પાલિકા વિસ્તારમાં રહેતા શહેરીજનોને જાહેર નોટીસ પાઠવી સાવરકુંડલા નગરપાલીકા વિસ્તારમાં જર્જરીત અને જોખમ કારક મિલ્કત મકાનો ધરાવતા તમામને જાહેર નોટીસ દ્વારા આગામી ચોમાસાની ઋતુ શરૂ થતી હોય વાવાઝોડુ, અતિવૃષ્ટિ વગેરે ને કારણે જર્જરીત થયેલ મિલ્કતો પડવાની સંભાવના હોય અને જર્જરીત થયેલ મિલ્કતો પડવાથી અન્ય કોઈના હકક-હિત ને તેમજ જાન માલને નુકશાન થાય તેવી સંભાવનાઓને ઘ્યાને લેતા ગુજરાત મ્યુનિ. અધિનિયમની કલમ 182 હેઠળ જાહેર સુચના આપવામાં આવેલ તેમજ આવા પ્રકારની જર્જરીત મિલ્કત અથવા મિલ્કતનો જર્જરીત થયેલ ભાગ અન્ય કોઈનાં હકકહિતને નુકશાન ન થાય તે રીતે સલામત રીતે ઉતારી લેવા અથવા
તો જરૂરી મરામત કરાવી સલામત તબકકે લઈ જઈ સ્ટ્રકચર એન્જીનીયરનાં સ્ટ્રકચર સ્ટેબીલીટીનાં પ્રમાણપત્ર સાથે નગરપાલિકા કચેરીમાં લેખીતમાં જાણ કરવા શહેરીજનો ને સુચના આપવામાં આવી હતી. આવા જર્જરીત મકાનોમાં રહેતા લોકોએ પોતાના માલ સામાન સાથે અન્યત્ર ખસી જવા જણાવવામાં આવેલ. અન્યથા આવી કોઈ મિલ્કતો મકાનો અથવા જર્જરીત થયેલ ભાગ પડવાથી જો કોઈ આજુ બાજુ અગર રાહદારીઓને જાન માલને નુકશાની થશે તથા ચુક થયે કોઈ પણ દુર્ઘટના ઘટશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે મિલ્કત માલીક અને કબ્જેદારની અંગત રહેશે. જેની આથી જાહેર જનતાએ ગંભીરતાથી નોંધ લેવા સાવરકુંડલા નગરપાલિકા ના ચીફ ઓફીસર હસમુખભાઈ બોરડ દ્વારા જણાવ્યું હતું.
Recent Comments