સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર -૭ માં આવેલ ટેક્ષી સ્ટેન્ડ વિસ્તારમાં પેવિંગ બ્લોક રોડનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના કામો પૂર્ણ થયા પછી, ટેક્સી સ્ટેન્ડ વિસ્તારમાં વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને યાતાયાત વધુ સુગમ બનશે. સાથો સાથ વોર્ડ નંબર- ૭ના પ્રતિનિધિ સોહીલ શેખ અને નગરસેવક આસિફ કુરેશી દ્વારા તકદીર પાન પાસે વરસાદી પાણી ભરાવાના મુદ્દાની રજુઆત કરવામાં આવી હતી. તે પ્રશ્ન નું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દાને ગંભીરતાથી લેતા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને ચીફ ઓફિસર બોરડ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી અને આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા માટે આયોજન કર્યું હતું.નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી એ આજુબાજુ રહેતા રહીશો સાથે ચર્ચા કરી વર્ષો જૂનો પ્રશ્ન કે જે વરસાદી પાણી ભરાય છે તેનું નિરાકરણ કરવામાં આવશે અને શહેરના નાગરિકોને ખાતરી આપી કે નગરપાલિકા શહેરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આગામી દિવસોમાં પણ વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે.
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર -૭માં પેવિંગ બ્લોક રોડનુંનિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું

Recent Comments