સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સ્વચ્છતા અભિયાન અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેની ઝૂંબેશને વધુ વેગ મળ્યો.

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સ્વચ્છતા અભિયાન અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેની ઝૂંબેશને વધુ વેગ મળ્યો. સાવરકુંડલા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાવરકુંડલા દ્વારા પણ આ સંદર્ભે અમલીકરણની ઝૂંબેશ હાથ ધરાઈ.
આમ તો શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવું હોય તો દરેક ક્ષેત્રે સહયોગ આપવો જોઈએ. સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ પર લગામ કસવાની ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ ઝૂંબેશને સફળ બનાવવા ઠેર ઠેરથી સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. એ સંજોગોમાં સાવરકુંડલા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ આ ઝૂંબેશને સફળ બનાવવા માટે અસરકારક પગલાં લેવાનો પ્રારંભ કરવામાં આવેલ છે જે અનુસંધાને યાર્ડ ખાતે આવતાં ખેડૂતો વેપારી તેમજ અન્ય લોકો માટે એક સૂચના જારી કરવામાં આવી છે
જે આ પ્રમાણે છે સરકારશ્રીના આદેશ મુજબ પ્લાસ્ટીક ઝુંબેશ અંતર્ગત સાવરકુંડલા બજાર સમિતિ ( માર્કેટ યાર્ડ ) ચોગાનમાં આવતા દરેક વેપારીઓ, દલાલભાઈઓ, ખેડૂતો, મજૂરો તેમજ છૂટક વેપારની દુકાન ધરાવતા વેપારીઓને જણાવવાનું કે સ્વરછતા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, તેમજ ચોગાનમાં કચરો નાખવો નહિ, તમામ દુકાનદારોએ કચરો એ. પી. એમ. સી.ના ટ્રેકટરની લારીમાં જ નાખવો, કોઈ આસામીઓ જાહેરમાં કચરો નાખતા કે ગંદકી ફેલાવતા પકડાશે તો તેની સામે નિયમાનુસાર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરોક્ત સૂચનાનું ગંભીરતાથી દરેક લાગતા વળગતાએ પાલન કરવાનું રહેશે.
Recent Comments