સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય કેશવ બગડા દ્વારા સાવરકુંડલા શહેરની અનોખી ઓળખ ઉભી થાય અને શહેરની ભૌગોલિક શોભામાં અભિવૃદ્ધિ થાય એ ઉદ્દેશથી શહેરની વિવિધ સોસાયટી તેમજ મુખ્ય રસ્તાઓમાં જે તે સોસાયટી અને રસ્તાના નામ નિર્દેશ કરતાં સાઈન બોર્ડ મૂકવાની માગણી કરવામાં આવેલ.આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા જનરલ બોર્ડ દ્વારા મિટિંગમાં આ સંદર્ભે ઠરાવ પસાર કરવામાં આવેલ તેમ વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય તથા દબાણ હટાવ સમિતિના ચેરમેન કેશવ બગડા દ્વારા એક યાદીમાં જણાવાયું હતું. હવે સાવરકુંડલા શહેરમાં બહારથી પધારતા આગંતુકોને સાવરકુંડલાના વિવિધ ભૌગોલિક વિસ્તારો શોધવાનું વધું સરળ બનશે. એમ વધુમાં કેશવ બગડા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરની ભૌગોલિક શોભામાં અભિવૃદ્ધિ થાય તેવા શુભાશય સાથે : કેશવ બગડા

Recent Comments