સાવરકુંડલા નગરપાલિકા ના કાયમી કર્મચારી બીસુભાઈ ખુમાણ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો

સાવરકુંડલા નગરપાલિકાના કાયમી કર્મચારી બીસુભાઈ ખુમાણ કે જેઓ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતાં હોય સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારી મંડળ દ્વારા તેઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આ વિદાય સમારંભમાં નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ રાજુભાઈ દોશી, નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, ચીફ ઓફિસર હસમુખભાઇ બોરડ તથા નગરપાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે તમામે બિસુભાઈ ની કામ પ્રત્યેની નિષ્ઠા અને તેમનો સરળ સ્વભાવ તેમજ ૩૦ વર્ષની નોકરી દરમ્યાનના તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમને
ભવ્ય વિદાઈ આપી સન્માન કર્યું હતું. આ વિદાય સમારંભ ને સફળ બનાવવા કર્મચારી મંડળનો અડધી રાત નો હોંકારો એવા મનોજભાઈ ત્રિવેદી સહિતના તમામ કર્મચારીઓ જહેમત ઉઠાવેલ હતી.અંતમાં બીસુભાઈના સુપુત્ર કેતનભાઈ ખુમાણે તમામનો આભાર માની
આભાર વિધિ કરી હતી.
Recent Comments