સાવરકુંડલા નગરપાલિકા પ્લાસ્ટિક બંધ કરાવવાએક્શન મોડમાં, રૂા. 500થી લઇ 25 હજાર સુધીનો દંડ કરાશે

સાવરકુંડલા નગરપાલિકા પ્લાસ્ટિક બંધ કરવા માટે એક્શન મોડ મોડમાં આવી ગયું છે. ત્યારે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના માર્ગદર્શન નીચે નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને કર્મચારીઓની ટીમ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અને પર્યાવરણ યુક્ત શહેર બનવાની નેમ સાથે શહેરમાંથી પ્લાસ્ટિકનો ઉપયોગ દૂર કરવા કમર કસી છે.
પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે શહેરનાં તમામ પ્લાસ્ટિક સામગ્રી વેચતા હોલસેલ વેપારીઓ તથા છુટક વેચાણ કરતાં વેપારીઓ તથા પાન, ચા તથા શાકભાજી વેચતા છુટક ફેરીયા તથા તમામ પ્લાસ્ટીક વેચાણ કરતાં વેપારી તથા જાહેર જનતાને ભારત સરકારના પર્યાવરણ અને કલાઈમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા નોટીફીકેશનથી પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016 ના નોટીફીકેશન માં સુધારો કરેલ છે. જે મુજબ નવા નિયમ મુજબ કેરી બેગ, પ્લાસ્ટિક ઝબલા ની જાડાઈ 75 માઇક્રોનથી 120 માઇક્રોન કરવાની રહેશે.
સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટીક ઝબલા, થર્મોકોલની વિવિધ સામગ્રી, પ્લાસ્ટીક કપ, ગ્લાસ, થર્મોકોલ પ્લેટ, વાટકા, પ્લાસ્ટીક કાંટા, ચમચી, ચાકુ, પાણીના પાઉચ, પાન માવાના કાગળ, સ્ટ્રો, પાણીની બોટલ, મીઠાઇના ડબ્બા, પ્લાસ્ટિક બેનર, કેન્ડી સ્ટીક, પ્લાસ્ટીક નિમંત્રણ કાર્ડ, ફુગ્ગા સાથે જોડવામાં આવતી ડાંડી પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યોછે
પ્રતિબંધિત પ્લાસ્ટિકના હુકમનું પાલન નહીં કરનાર સામે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 તેમજ સાવરકુંડલા નગરપાલીકાનાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ 2018 હેઠળ રૂપિયા 500થી લઇ 25 હજાર સુધીનો દંડ વસુલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, દરેક વ્યક્તિ પોતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળશે તો જ અભિયાન સાર્થક થશે.
Recent Comments