સાવરકુંડલા નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટી ની ૩૬ માંથી ૩૧ સીટ પર વિજેતા થયા બાદ શ્રી દશનામ ગોસ્વામી સાધુ સમાજ અને સરદાર પટેલ સોસાયટી બાપા સીતારામ મઢુંલી ગ્રુપ ની મહિલાઓ અને સંતો મહંતો પ.પૂ. મહામંડલેશ્વર મસ્તરામબાપુ બોધરયાણી, પ.પૂ.ભક્તિરામબાપુ માનવ મંદિર, પ્રકાશબાપુ નિમાવત ની ઉપસ્થિત માં નગરપાલિકા ના સમસ્ત વિજેતા ઉમેદવાર વતી પૂર્વપ્રમુખ ડી.કે.પટેલ અને જાગ્રુત સદસ્ય અને મહામંત્રી જયસુખભાઈ નાકરાણી નો ભવ્ય વિજય થતા યુવા અગ્રણી અમીતગીરી ગોસ્વામી ના નિવાસસ્થાને ફૂલહાર અને શાલ ઓઢાઢી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે વરિષ્ઠ પત્રકાર પ્રદીપભાઈ દોશી, દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ ના પ્રમુખ પ્રકાશગીરી ગોસ્વામી ઉપપ્રમુખ અમીતગીરી, મુકેશગીરી, અર્જુનગીરી અશોકગીરી ગોસ્વામી, મોટાઝીંઝુડા પૂર્વસરપંચ ભાભલુંભાઈ ખુમાણ, હોમગાર્ડ ઓફિસર કેતન પંડયા મહિલા પ્રમુખ રેખાબેન પંડયા, ક્ષત્રિય સમાજ ના અગ્રણી કથુભાઈ સાંઢસુર, સગર સમાજ ના અગ્રણી ઘનશ્યામભાઈ ચાવડા, નિલેશભાઈ ગુંધળી, જયેશભાઈ ભાલુ વગેરે ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
– ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી (જર્નાલિસ્ટ) સાવરકુંડલા.Attachments area
Recent Comments