અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા લોકપ્રશ્રનોના ત્વરિત નિકાલ માટે સતત પ્રયત્નશીલ

બીજા શબ્દોમાં કહીએ તો ઝડપનું બીજું નામ જાદુ. સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાનું પ્રથમ ચરણ. વોર્ડ નં.૬ના ઇન્દિરા વસાહત વિસ્તારમાં દારની મોટર દારમાં પડી જતા..!  વોર્ડના કોર્પોરેટરોની રજૂઆત ધ્યાને લઇ નગરપાલિકાના પદાધિકારીઓએ ઝડપી નિર્ણય લઈને  નવી મોટરનો સેટ ઉતારીને પાણી ચાલુ કરાવ્યુ.. પાણીએ જીવનજરૂરિયાતની આવશ્યક બાબત છે. 

સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નંબર ૬ માં આવેલ ઇન્દિરા વસાહત મઢુલી પાસે આવેલા પાણીના દાર મોટર દારમાં પડી જતાં આ દાર હેઠળ આવતાં વિસ્તારો જેવા કે ઇન્દિરા વસાહત, યોગેશ્વર સોસાયટી, અંબિકા સોસાયટી, એશીયાડ સોસાયટી, વેલનાથપરા સહિત વિસ્તારના લોકો પાણી વગર હેરાન ન થાય તે માટે બાંધકામ સમિતિના ચેરમેન લાલાભાઇ ગોહિલ અને નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા,જયાબેન ચાવડા, નગમાબેન ઝાખરાએ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઇ ત્રિવેદી ચિફ ઓફિસરશ્રી બોરડ સાહેબ તેમજ વોટર વર્કસ વિભાગના ચેરમેન ભુપતભાઇ પાનસુરીયા, સુપરવાઇઝર અશ્વિનભાઇ સગરને રજૂઆત કરતા તેઓએ લોકોના હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ નવી મોટરનો સેટ ઉતારેલ તે બદલ વિસ્તારના લોકો વતી નગરપાલિકા પ્રમુખ  

મેહુલભાઇ ત્રિવેદી, ચેરમેન ભુપતભાઇ પાનસુરીયા, સુપરવાઇઝર અશ્વિનભાઇ સગરનો આભાર પણ માન્યો હતો. આમ નગરપાલિકાની સંવેદનશીલતા અને આ વિસ્તારના નગરપાલિકાના પ્રતિનિધિઓની જાગૃતિએ એક નવો આયામ રચ્યો.. સંકલન, સહયોગ, સમજણ અને સંવેદનાનું સમ્યક્ સંવર્ધન એટલે આ ઘટના. તંત્ર ધારે તો કોઈ પણ કાર્યને યુધ્ધના ધોરણે અંજામ આપી શકે છે તેનું જ્વલંત ઉદાહરણ પણ પ્રસ્તુત થયું. બસ આવી જ રીતે  નગરપાલિકા તંત્ર કાર્ય કરતું રહે તો સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના  સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાનાં સપનાને સાકાર થતાં કોઇ ન રોકી શકે તે બાબત  પણ નિર્વિવાદ છે.

Related Posts